શનિવાર, 12 જાન્યુઆરી, 2013

આંખોમાં એક રણ ...

 
ઝાકળ સમી પારદર્શક આંખોમાં,
કેવા છળતાં મૃગજળી સપનાં !

મેં આંખોમાં એક રણ અને
કીકીમાં એક હરણ છુટ્ટું મૂક્યું હતું
કે શું ???!!!


દીપ્તિ પટેલ, 'શમા',
૦૫ નવેમ્બર, ૨૦૧૨ - ૬.૪૮ સાંજે...

જિંદગી -

ક્યાંક તને મારી નજર ના લાગી જાય, જિંદગી -
તું હર પલ ઑર ખૂબસુરત બનતી જાય છે !!!

દીપ્તિ પટેલ, 'શમા', કેનેડા
૨૧ ઑક્ટોબર, ૨૦૧૨ - રાત્રે ૧૦.૫૫ વાગે





મંગળવાર, 9 ઑક્ટોબર, 2012

..........તું આજે મદહોશ લાગે છે,

મસ્ત આંખોમાં મદિરા ભરી હોય, એમ ઓર તું આજે મદહોશ લાગે છે,
વહેલા મોડા જાન લઇ લઈશ કે, એમ પણ મને ક્યાં હોશ લાગે છે ?
આજે વહાલ બધું વરસાવી દેશે, તોફાની એવું આ વાદળ લાગે છે,
મને મર્યાદા લાઘવા મજબુર કરી દેશે, એવો આ ઉડતો આંચલ લાગે છે !
ચચ્ચાર માસ ના ચોમાસા પછી, ચમક્યો આજે આ સજન લાગે છે,
સુરજ ને નાં અસ્ત થવા દેશે, એવી આ સાંજની તડપ લાગે છે !
મોસમને શું પૂછવું હવે, કે બેવફા એ અનિલ લાગે છે,
સમંદર પણ ક્મ પડી જશે, એટલી તો અહી અગન લાગે છે !
કેટલા સમય પછી, ઊર્મિઓનો સાગર એવો તો ઉમટ્યો છે,
કલમથી કાગળ માં ઉતારવા માટે, 'શમા' સમાન મેં ઉમેટયો છે!
દીપ્તિ પટેલ, 'શમા', કેનેડા 
૨૧ જુન, ૨૦૧૨ - ૧૨.૦૦ રાત્રે

ના કોઇ દર્દ ...

ના કોઇ દર્દ મહેસુસ થાય હવે,
ના કોઇ અફ્સોસ થાય હવે.

મારામાંથી 'હું' ને બાદ કરું પછી,
ક્યાં કોઇ અહેસાસ થાય હવે?

દીપ્તિ પટેલ, 'શમા', કેનેડા
૨૪ જુલાઇ, ૨૦૧૨ - બપોરે ૧૨.૩૦

....વહી જાઉં ?


મીણ બનીને ઓગળી જાઊં
કે
લાવા બનીને પિગળી જાઊં?
----------
આંસુ બનીને વહી જાઉં,

કે
નદી બનીને વહી જાઉં ?

વહેવું તો પડશે જ હવે,

કેમ કે


કોણ જાણે કેમ,

ક્યાંક બંધાવાની,
ક્યાંક ગંધાવાની,
ક્યાં સડવાની,

કોઇ વાસ જરુર આવે છે!

દીપ્તિ પટેલ 'શમા', કેનેડા

૧૧ જુલાઈ, ૨૦૧૨ - ૩.૦૯ બપોરે 

....જીદ ના કર


જેવું છે તેવું જ બતાવી દેશે દંભ વગર,
અરીસાને ચહેરો બતાવવાની જીદ ના કર.

સપનું ક્યારેય આવે નહિ નીંદ વગર,
આખી જિંદગી જાગવાની જીદ ના કર.

પાયો જ જેનો રચાયો છે સિમેન્ટ વગર,
આવી ઈમારત ને ચણવાની જીદ ના કર.

કંઈ સદીઓથી રઝળી રહ્યો છે લાગણી વગર,
જીવ, તેને ઝાકળથી ભીન્જવવાની જીદ ના કર.

મુહોબ્બત આ મળી ગઈ છે માંગણી વગર,
આ ઈશ્વરી સંકેતને ના સમજવાની જીદ ના કર.

કંઈ કેટલીયે 'શમા' બુઝાઈ ગઈ પરવાના વગર,
જે પરવાનો મળ્યો, તેને જલાવવાની જીદ ના કર.

દીપ્તિ પટેલ, 'શમા', કેનેડા
૦૧-૦૭-૧૨, ૧.૦૯ સવારે