સોમવાર, 29 ઑક્ટોબર, 2007

શરદ પૂનમની રાતડી.....

ચાંદ અને તે પણ રઢિયાળી શરદ પૂનમનો,
સોળે કળાથી ખીલેલો, વળી પૂર્ણ મનનો !

એ ચાંદલો ભલે ત્યાં, તારી પાસે હોય ભારતમાં,
કે પછી છો ને હોય, અહીં કેનેડાના આકાશમાં.

એને ક્યાં ભેદ છે ચાંદની વરસાવવામાં,
કિરણો તો એનાં, લે છે સૌને બાહુપાશમાં.

'હા' એ જ કે આ ચાંદનીમાં, 'બસ' કોઈ ખોટ નથી,
તું દૂર ભલે રહ્યો, મારી હેત-પ્રીતમાં કોઈ ઓટ નથી.

આજે જો હું તારી પાસે હોત, તો તેં કહ્યું હોત -
'મારે તો તારાથી ચાલશે, જો ના આ ચાંદ હોત'!

ત્યારે મારી પ્યાસ અફાટ રણ થઈ વિસ્તરી હોત -
દેહમાંથી, નહીં તો નેણમાંથી નરી ચાંદની નીતરી હોત!

દીપ્તિ પટેલ 'શમા', ૨૬ ઓક્ટોબર ૨૦૦૭,શરદ પુર્ણિમા

6 ટિપ્પણીઓ:

Atish કહ્યું...

Shama,
Chand and Chandni par banaveli aa rachana bahuj saras chhe. ane kadach sachu chhe ke india hoy ke USA ke Canada.....chandni to e j varse chhe.........

Very good one.......

- Atish Patel 'LakshyA'

Niraj કહ્યું...

ખૂબ સુંદર..

Ketan Shah કહ્યું...

તું દૂર ભલે રહ્યો, મારી હેત-પ્રીતમાં કોઇ ખોટ નથી.

બહુ જ સુંદર રચના. લાગે છે કે શરદ પૂર્ણિમા ને બરોબર માણી છે.

કેતન

હું.. દિગીશા શેઠ પારેખ, કહ્યું...

good one "shama"

kapil dave કહ્યું...

khubaj sundar rachna shamaji

પ્રવિણકુમાર 'પિયુ' કહ્યું...

wow... realy very nice creation....!!

including true feeling of festival...!!!

nice one..!!!