લેબલ શેર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ શેર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 9 ઑક્ટોબર, 2012

ના કોઇ દર્દ ...

ના કોઇ દર્દ મહેસુસ થાય હવે,
ના કોઇ અફ્સોસ થાય હવે.

મારામાંથી 'હું' ને બાદ કરું પછી,
ક્યાં કોઇ અહેસાસ થાય હવે?

દીપ્તિ પટેલ, 'શમા', કેનેડા
૨૪ જુલાઇ, ૨૦૧૨ - બપોરે ૧૨.૩૦

.......તેં કર્યો નીલામ,

મારી આ વીણાનો એક તાર, શું કામ તેં કર્યો નીલામ,
હો શ્યામ ! મારે તો ફક્ત જવું હતું, એક તારે ધામ!

દીપ્તિ પટેલ, 'શમા' કેનેડા
૨૭ જુલાઈ, ૨૦૧૨ - બપોરે ૧.૩૫ વાગે

સુરજે........

સુરજે મ્હોં મચકોડ્યું, ને
ગરમાળાએ પીળું પર્ણ ખંખેર્યું !

સાદ મેં દીધો ખુશીને, ને
ગમે મારું બારણું ખખડાવ્યું !!!


દીપ્તિ પટેલ , 'શમા' , કેનેડા
૨૭ જુલાઈ, ૨૦૧૨ - બપોરે ૧.૩૦ વાગે

કોઇ આંધી....

કોઇ આંધી, કોઇ તોફાન, કોઇ વાવાઝોડું,
નહોતું મોકલ્યું મેં કોઇને ય તેડું.

જિંદગી - મગરુર ચાલે, ચાલી જતી હતી હું,
શા કાજ તેં ચાહ્યું - હું અધરસ્તે પડું ??

દીપ્તિ પટેલ , 'શમા' , કેનેડા
૨૭ જુલાઈ, ૨૦૧૨ - બપોરે ૧.૨૬ વાગે

બુધવાર, 26 ઑક્ટોબર, 2011

ચાહત

દિવાળીની 'બૉણી' નથી "ચાહત" કે વરસે એક વાર મળે;
આ તો હ્રદયમાં ખીલતું એ ફુલ છે, જે બારે માસ મહેંકે !!!
દિપ્તી પટેલ "શમા", કેનેડા - ૨૬ ઓક્ટોબર, ૨૦૧૧ (દિવાળી)

ગુરુવાર, 3 જાન્યુઆરી, 2008

તારી પ્રીતનું પાનેતર....

આખું દિલ બાગ-બાગ બની મહેંકી રહયું છે,
એમાં એક-એક કળી કેમ કરી વીણું હું?

તારી પ્રીતનું પાનેતર તો ઓઢી લીધું છે,
હજુ અંતરમાં આ વણાઈ રહયું છે ઝીણું શું?

'શમા' , ૩ જાન્યુઆરી, ૨૦૦૮

તારી તસવીરને ...

ભગવાનની મૂર્તિને તો બહાર નથી મૂકી શક્તી હું,
આજે તારી તસવીરને એમની સાથે પૂજી છે મેં !!!

'શમા', ૩ જાન્યુઆરી ૨૦૦૮

....તલાશ છે !

નથી મૃગજળની પ્યાસ મને, ઝાકળની આશ છે,
નથી જૂઠા પ્યારની આશ મને, સાચાની તલાશ છે !

'શમા', ૧૯ ડિસેમ્બર ૨૦૦૭

શનિવાર, 29 ડિસેમ્બર, 2007

ઓ પ્રેમ-બિંદુ...

મારાં હૃદય-છીપમાં આવી પડ, ઓ પ્રેમ-બિંદુ,
પકાવું એક અણમોલ મોતી, જેની જન્મોથી તલાશ છે !!!

'શમા', ૨૭ ડિસેમ્બર, ૨૦૦૭.

...વહાલું લાગે છે મને !

પ્રકાશથી એવી અંજાયેલી છું હું,
હવે અંધારું વહાલું લાગે છે મને !

'શમા', ૨૭ ડિસેમ્બર, ૨૦૦૭.