ગુરુવાર, 11 ઑક્ટોબર, 2007

ઓ દરિયા…

સારું હતું કે મારાં અશ્રુઓ પણ ખારાં હતાં,
નહીં તો એટલી હતી તાદાત કે -
તું પણ મીઠો થઈ જાત…ઓ દરિયા.

મને શું ખબર કે,તું જલે છે મારી પ્રીતથી,
તું મિટાવતો જશે તારી લહેરથી,
નહીં તો રેતી પર નામ ‘એ’નું લખત નહીં…ઓ દરિયા.

સારું હતું કે તને નહોતી ખબર -
પ્રીતમને પામવા દોડી જવામાં કેવી છે ધન્યતા!
નહીં તો આવતા જનમમાં -
તું પણ નદી થઈ જાત…ઓ દરિયા.

પ્રેમમાં હંમેશા છૂટ નહીં,થોડું બંધન અનિવાર્ય છે.
સારું છે તને ય ખબર છે;માન-મર્યાદા શું છે?
નહીં તો માઝા મૂકીને -
તું પણ ધરતીને ધમરોળ કરી દેત…ઓ દરિયા.

કાશ,મને ખબર હોત કે
તને પણ પ્રિય છે મિલન - વિરહ નહીં,
ક્ષિતિજ પરના ધરતી-આકાશના મિલનનો -
તને એકલા ને જ સાક્ષી બનાવત હું…ઓ દરિયા.

દીપ્તિ પટેલ ‘શમા’, ૧૦ ઓક્ટોબર ૨૦૦૭

6 ટિપ્પણીઓ:

Shiv@nsh કહ્યું...

ખુબ સરસ દીપ્તિજી.....

અજ્ઞાત કહ્યું...

ગુજરાતી બ્લોગ જગતમાં આપનું હાર્દિક સ્વાગત.......સુંદર અભિવ્યકિત.......

હું.. દિગીશા શેઠ પારેખ, કહ્યું...

khub saras lakhyu chhe

pramodpatwa કહ્યું...

dipti......
tamari aa kavita mane southi vadhare pasand chhe...pramod

Unknown કહ્યું...

khub khub khub j saras.... Abhinandan... Bas 1 dariya ni vaat kari tame ketlu kahi nakhyu chhe...!!! khub j saras rachna chhe...

Amit Patel કહ્યું...

દરિયો! પ્રિય વિષય! વાહ, મજા આવી ગઈ!