તમે મારાં છો કે નહીં, જાણ્યાં વિના તમને ચાહતી રહી,
પ્યારની એક કાલ્પનિક દુનિયા, બે પલકોમાં વસાવતી રહી.
ક્યારેક યાદ હદથી વધી જાય, આંસુઓમાં સરકાવતી રહી,
તમે પણ કરતાં હશો વિચારી, પલ્લુ પકડી મલકાતી રહી.
ભીની આંખો, કોરું હૈયું લઈ, સ્નેહનો ધોધ વરસાવતી રહી,
તમે પ્યાસ ધર્યા કરી, હું સાકી બની, શબ્દોનાં જામ પિવડાવતી રહી.
કોરાં રણને ટીપું-ટીપું પાઈ, ઝાકળ ખુદ તરસતી રહી,
જાતને નિચોવતી હું; સ્પોંજ બની, પ્યાર માટે તરફડતી રહી.
આટલું સુખ, આટલી ખુશી, તો શું મેળવવા ટળવળતી રહી?
કાચાં-પાકાં સપનાનાં પાપડ સાથે, પથારીમાં સળવળતી રહી.
તડકો નિર્લજ્જ ! રણ તરસ્યું રહયું, પ્યાસ તરફડતી રહી,
'ક્યારેક કોઈ કરજ ચૂકવવાનું બાકી રહી જતું હશે?', વિચારતી રહી.
ક્યારેક વિખરાતી, ક્યારેક સમેટાતી, હું ખુદને સાચવતી રહી,
ક્યારેક તને ખોવું, ક્યારેક તને પામું, આમ જ ખુદને જીવાડતી રહી.
દીપ્તિ પટેલ 'શમા', ૭ જાન્યુઆરી, ૨૦૦૮
Categories
- દર્દ (2)
- મારાં તહેવારો (3)
- મારાં વ્હાલાં હાઈકુ (3)
- મારી કવિતા (9)
- મુક્ત પંક્તિઓ (4)
- શેર (6)
- સંબંધ (2)
Gujarati Typepad Link
ગુજરાતી ટાઈપપૅડ
ગુજરાતીમાં પ્રતિભાવો લખવા માટે આ ટાઈપપૅડ પર લખી-કૉપી કરી અને કૉમેન્ટ વિભાગમાં પૅસ્ટ કરો.
બુધવાર, 14 મે, 2008
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
10 ટિપ્પણી(ઓ):
ame tamaraj chie shamaji
khubaj saras
kora ran ne tipu-tipu pai,
zakal khud tarasti rahi
saras rachana.
sundar rachana.. sher sara thaya chhe..
khub saras ,,,adbhoot kharekhar avarniya rachana che ....
ક્યારે વીસરતી.......ખુદને જીવાડતી રહી
સુંદર શબ્દો લાગણીનું રુપ લઈ વહે છે
saras rachana.. 2nd last sher vadhu gamyo..
khubaj saras....rachna khubaj gami
kacha paka papad..superb...love it shama,,,keep it up
wonderful shamaji..kacha paka sapna na papad..
બહુ જ સરસ દિપ્તીજી, ખૂબ જ સરસ છે... :)
ટિપ્પણી પોસ્ટ કરો