ગુરુવાર, 11 ઑક્ટોબર, 2007

હાઈકુ - ૧

ટપકે આંસું,
બને દરિયો ખારો-
મને ના ગમે.

હું લખ્યા કરું,
તમે છુપાવ્યા કરો-
એ થોડું ચાલે?

તારી ઝુલ્ફોં
કાળું વાદળ,તારો
ચહેરો ચાંદ.

આંખે બાવળ,
હૈયે ઉઝરડાં, એ
ઉગાડી ગયો!

ઉર્મિતોફાન-
હૈયાનો કાંઠો તોડી,
ઉમટી પડ્યું.

મારી હેતનું
નાજુક ફુલ, તારું
હૈયું પથ્થર!

નયન દ્વારે
આંસું વહેતાં,એ છે
કેવો નિર્લજ્જ.

પ્રેમનું બીજ
વાવી, મેં પાક લણ્યો
બેવફાઈનો.

દીપ્તિ પટેલ ‘શમા’, ૨૩ ઑગષ્ટ ૨૦૦૭

ટિપ્પણીઓ નથી: