મસ્ત આંખોમાં મદિરા ભરી હોય, એમ ઓર તું આજે મદહોશ લાગે છે,
વહેલા મોડા જાન લઇ લઈશ કે, એમ પણ મને ક્યાં હોશ લાગે છે ?
આજે વહાલ બધું વરસાવી દેશે, તોફાની એવું આ વાદળ લાગે છે,
મને મર્યાદા લાઘવા મજબુર કરી દેશે, એવો આ ઉડતો આંચલ લાગે છે !
ચચ્ચાર માસ ના ચોમાસા પછી, ચમક્યો આજે આ સજન લાગે છે,
સુરજ ને નાં અસ્ત થવા દેશે, એવી આ સાંજની તડપ લાગે છે !
મોસમને શું પૂછવું હવે, કે બેવફા એ અનિલ લાગે છે,
સમંદર પણ ક્મ પડી જશે, એટલી તો અહી અગન લાગે છે !
કેટલા સમય પછી, ઊર્મિઓનો સાગર એવો તો ઉમટ્યો છે,
કલમથી કાગળ માં ઉતારવા માટે, 'શમા' સમાન મેં ઉમેટયો છે!
દીપ્તિ પટેલ, 'શમા', કેનેડા
૨૧ જુન, ૨૦૧૨ - ૧૨.૦૦ રાત્રે
1 ટિપ્પણી:
વાહ દિપ્તીબેન ....
કેટલા મદહોશ કરે છે આપના શબ્દો ...
ખુબ સુંદર....!!!
ટિપ્પણી પોસ્ટ કરો