શુક્રવાર, 28 ડિસેમ્બર, 2007

'........એક વાત હતી'

એક રાત હતી, મદહોશ હતી, એક વાત હતી.
એક ચાંદની સંગ, કંઈક તારાઓની બારાત હતી.

એક રાત હતી, ખીલતી હતી, એક વાત હતી.
મુજ જીવનના બાગમાં, કળીસમ ચાહત હતી.

એક રાત હતી, છલકાતી હતી, એક વાત હતી.
ન તમે હતા,ન હું હતી, બસ પાંગરતી પ્રીત હતી.

એક રાત હતી, સૂસવાતી હતી, એક વાત હતી.
કંઈ ન કહેવું,ચૂપચાપ સહેવું,નોખી પ્રણયની રીત હતી!

દીપ્તિ પટેલ 'શમા' ૨૭ ડિસેમ્બર, ૨૦૦૭.

4 ટિપ્પણીઓ:

Shiv@nsh કહ્યું...

ખુબ સરસ દિપ્તીબહેન....

લાંબા સમય પછી તમારા તરફથી કંઈક મળ્યું....

પણ ખુબ જ સરસ મળ્યું....

Ketan Shah કહ્યું...

વાહ, બહુ જ સરસ રચના બનાવી છે.
ધીરજ ના ફળ મીઠા એમ લાંબા સમય પછી બહુ જ સરસ રચનાની ભેટ આપી છે.
Excellent one

Ketan

pramodpatwa કહ્યું...

વાહ દિપ્તી પટેલ ..ખુબજ સરસ
ખુબ જ સુન્દર લખાણ છે, તેના શબ્દો અને તેમા રહેલી વાસ્તવીક્તા દીલ ને અસર કરી જાય છે..પ્રમોદ

kapil dave કહ્યું...

wah wah shamaji

shu vat che lambha samay pachi dhamakedar entry