મંગળવાર, 4 માર્ચ, 2008

જીવતરની કડી...

તારી તસવીરને મારા દિલમાં મઢી હતી,
ત્યારે ખોટું-ખોટું હું મુજને વઢી હતી.

ખરું પૂછો તો-

જ્યારે હું ખરા પ્રેમમાં પડી હતી,
ત્યારે જ હું મુજ 'હું' ને જડી હતી.

દુનિયાની કોઈ ફિકર, ના પડી હતી,
બધું સરળ્ જાણે કોઈ ગાંઠ ના નડી હતી.

ભલે ધોમધખતો વૈશાખી વાયરો વાય,
મારે મન તો બસ સાવનની ઝડી હતી.

આંખોની આસપાસ આવળ-બાવળ રોપાય,
મારે તો કાંટા ય ગુલાબની છડી હતી.

મૃત્યુ, તું ગમે ત્યારે આવ,હવે ના રોવાય,
મારે તો 'એ'નું સ્મિત,જીવતરની કડી હતી!

કવિ કહે- ના છંદ,ના અલંકાર,આ તે શું કહેવાય?
મારે માટે તો આ પ્રેમ-કવિતાની અંતિમ કડી હતી.

દીપ્તિ પટેલ 'શમા', ૨૯ ડિસેમ્બર ૨૦૦૭.

11 ટિપ્પણીઓ:

Ketan Shah કહ્યું...

મારે તો 'એ'નું સ્મિત,જીવતરની કડી હતી !

બહુ જ સરસ રચના

અજ્ઞાત કહ્યું...

nice feelings, expressions...!!

અજ્ઞાત કહ્યું...

khubaj saras rachna

Chetan Framewala કહ્યું...

શમાબેન્,
ભાવ - અભિવ્યક્તી સુંદર છે થોડું છંદ નું ધ્યાન રાખો તો મજા આવી જાય.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

naman કહ્યું...

bahu j gamyu shamaji...

Unknown કહ્યું...

wow...nice one... Ahhhaa...darek sher ma tamaro prem ubharyo chhe..!!:-) good...

Life કહ્યું...

nice feelings...

tamaro prem to hawa ma mehk phelave che....wah wah

Take Care
Vikas{V}

...* Chetu *... કહ્યું...

ખુબ જ સુંદર અભિવ્યક્તિ ... !! અભિનંદન ..

Ashok કહ્યું...

good creation

Jay કહ્યું...

આજે જ તમારા બ્લોગની પ્રથમ મુલાકાત લીધી. સુંદર સંકલન, મજેદાર કાવ્ય-રચનાઓ..
પ્રેમ, લાગણી, સંબંધો, અને દર્દ - બધાં જ વિષયોની સુંદર છણાવટ જરૂર દેખાઈ આવે છે..
તમારી રચનાઓ વધુને વધુ વાંચવા મળે એવી એવી અભિલાષા.. જય

Heena Parekh કહ્યું...

પ્રથમ વખત તમારા બ્લોગની મુલાકાત લઈ રહી છું. ગુજરાતી બ્લોગ જગતમાં સ્વાગત છે.
જ્યારે હું ખરા પ્રેમમાં પડી હતી

ત્યારે જ હું મુજ હું ને જડી હતી

આ પંક્તિ બહુ ગમી.
www.heenaparekh.wordpress.com