શુક્રવાર, 5 ડિસેમ્બર, 2008

સપનું મારું........

હતું રંગીન કયારેક જે, હવે શ્વેત -શ્યામ બની ગયું,
સપનું મારું, આ રાહ પર, એકલ મુસાફર બની ગયું !

હતું ગઝલ કયારેક જે, હવે શબ્દોનુ મોહતાજ બની ગયું,
સપનું મારું, આ કાગળ પર, ચાર અક્ષર બની ગયું!

હતું ફસલ કયારેક જે, હવે ખેતરનું નિંદામણ બની ગયું,
સપનું મારું, આ વેલ પર, વાંઝિયો વિચાર બની ગયું!

હતું વ્હેણ કયારેક જે, હવે પથરાળ મેદાન બની ગયું,
સપનું મારું, આ રેત પર, કોઇક કંકર બની ગયું!

હતું મારું કયારેક જે, હવે અન્યની મિલકત બની ગયું,
સપનું મારું, આ હકીકત પર, કેટલું લાચાર બની ગયું!

હતું બાજી કયારેક જે, હવે કૌરવોના જુગટાનું મોહરૂં બની ગયું,
સપનું મારું, આ દ્રૌપદી પર થતો અત્યાચાર બની ગયું!

14 ટિપ્પણીઓ:

Unknown કહ્યું...

vaah vaah.... nice one... was awaitng for the update..! :-)
good .. keep it up..

Agantuk કહ્યું...

Dream are mostly comes from heart & when it doesn't involve mind, it becomes black & white from color. Very Nice expression.

Krishna The Universal Truth.. કહ્યું...

wah...khub saras mam....ghana time thi tame update nohato karyo blog,,,,its soo superb...

pramodpatwa કહ્યું...

મને તો શ્વેત શ્યામ સપનું રંગીન બને તો વધારે ગમે.......પ્રમોદ

અજ્ઞાત કહ્યું...

આપના મેઇલ દ્વારા આપના બ્લોગની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
ખુબ જ સુંદર રચનાઓ.....
સુંદર અભિવ્યક્તિ .....
અભિનંદન ...
અભીવ્યક્તી
http://govindmaru.wordpress.com

gujarati asmita કહ્યું...

saras rachna chhe ane aabhar ke aape jan kari ke ane aapna aa ati sundar blog ni mulakat levano soneri avsar malyo.....Ashok kaila

સુરેશ જાની કહ્યું...

તારી કવીતાઓ બહુ જ નકારાત્મક છે. શા માટે?
વર્તમાનમાં જીવવાની મજા વીશે જાણવું હોય તો મારા પ્રયોગો મદદ કરશે -
http://gadyasoor.wordpress.com/2008/12/10/swimming_plunge/

Unknown કહ્યું...

absolutely wonderful words SHAMA JI.

keep it up...

THANK YOU

Shama કહ્યું...

Sureshdada, maari krutio 'vivid' j hoy che, generally te negative hoy che, avu to nathi. Emotions jevi hoy tevo bhav kruti ma ave che..chata tamaro aabhar positive attitude walo article saras che...thanks for comments too.

અજ્ઞાત કહ્યું...

Nice...Enjoyed. Keep writting

અજ્ઞાત કહ્યું...

khub sarash rachna chhe. tame khub saru lakho chho..

mari ek poem post karu chhu

"સપનું"
સપનું હતુ કે જોઈ શું એક સુંદર સપનું, જોયા તમને ને જીવંત થયું એક સપનું.
હતુ તારી આંખોમાં પણ એક ન્યારુ સપનું, સાથે જોયુ આપણે રંગબીરંગી એક સપનું.
તમે તો સજાવ્યું પલકો પર તે સપનું, ને અમે વસાવ્યું આંખોમાં બસ એક સપનું.
આંખોથી દીલમાં ઊતર્યુ એક સુંદર સપનું, ધડકે દીલમાં ધડકન થઈને મારું એક સપનું.
ચંચળ તારી આંખોમાં રહે ના એક જ સપનું, ને હતુ આ તો પલકોની સજાવટ એક સપનું.
ઝટકી પલકો સજાવ્યું તમે નવું એક સપનું, સપનું તોડી બની ગયા તમે તો એક સપનું.
વાગ્યા ટૂકડા દીલમાં તુત્યું જ્યારે સપનું, આંસું બનીને જીવન ભર ટપકે બસ એક સપનું.
ગયા કબરમાં સાથે લઈને તારું મારું સપનું, ગુંજે છે આસપાસ આપણું એક સુંદર સપનું.
ચંચળ મારી આંખોએ બદલ્યું છે એક સપનું, આવો મળવા કબર પર મારું નવું છે સપનું.

.....ધડકન

અજ્ઞાત કહ્યું...

i like your poem.. i am writing few lines of my poem

વાગ્યા ટૂકડા દીલમાં તુત્યું જ્યારે સપનું, આંસું બનીને જીવન ભર ટપકે બસ એક સપનું.
ગયા કબરમાં સાથે લઈને તારું મારું સપનું, ગુંજે છે આસપાસ આપણું એક સુંદર સપનું.

it is simlar to my poem.. right ?

http://dhadakankavita.blogspot.com/

naman કહ્યું...

Oh Diptiji, ek ek pankti bahu j saras Che ......... vachine maja aavi gai..............

Amit Patel કહ્યું...

saras kruti chhe diptiben! maja avi gai...