મીણ બનીને ઓગળી જાઊં
કે
લાવા બનીને પિગળી જાઊં?
----------
આંસુ બનીને વહી જાઉં,
કે
નદી બનીને વહી જાઉં ?
વહેવું તો પડશે જ હવે,
કેમ કે
કોણ જાણે કેમ,
ક્યાંક બંધાવાની,
ક્યાંક ગંધાવાની,
ક્યાં સડવાની,
કોઇ વાસ જરુર આવે છે!
દીપ્તિ પટેલ 'શમા', કેનેડા
૧૧ જુલાઈ, ૨૦૧૨ - ૩.૦૯ બપોરે
1 ટિપ્પણી:
ખુબ સુંદર રચનાઓ સાથે આપની મુલાકાત અહી અમને સદેવ યાદ રહેશે......!
આપણે બંને મળી બીજા ને છેતરીયે,
એના કરતા એકબીજા ને જ છેતરી લઈએ...!
-ઇન્દ્રજીતસિંહ વાઘેલા [ ૧૩-૦૯-૨૦૧૨ ]
ટિપ્પણી પોસ્ટ કરો