નામ બધાં રેતી પર લખાતાં હોય અને,
મારી અંદર રહેલા તને દુર કરી શકાતો હોય તો...
લાગણીનાં ફુલોને આસાનીથી રોંદી શકાતા હોય અને,
દિલ પર એક મણનો પથ્થર મુકી શકાતો હોય તો..
જિંદગીની કિતાબનાં પત્તાં ફાડી શકાતા હોય અને
દિલ ચાહે ત્યારે યાદદાસ્ત ભૂલી જવાતી હોય તો...
કાળનાં ચક્રને ઉલટા ફરી શકાતા હોય અને,
ઘટનાઓને ઘડાની જેમ મનગમતો આકાર આપી શકાતો હોય તો...
દીપ્તિ પટેલ 'શમા', કેનેડા
૧૧ જુલાઈ, ૨૦૧૨ - ૨.૧૦

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો