જેવું છે તેવું જ બતાવી દેશે દંભ વગર,
અરીસાને ચહેરો બતાવવાની જીદ ના કર.
સપનું ક્યારેય આવે નહિ નીંદ વગર,
આખી જિંદગી જાગવાની જીદ ના કર.
પાયો જ જેનો રચાયો છે સિમેન્ટ વગર,
આવી ઈમારત ને ચણવાની જીદ ના કર.
કંઈ સદીઓથી રઝળી રહ્યો છે લાગણી વગર,
જીવ, તેને ઝાકળથી ભીન્જવવાની જીદ ના કર.
મુહોબ્બત આ મળી ગઈ છે માંગણી વગર,
આ ઈશ્વરી સંકેતને ના સમજવાની જીદ ના કર.
કંઈ કેટલીયે 'શમા' બુઝાઈ ગઈ પરવાના વગર,
જે પરવાનો મળ્યો, તેને જલાવવાની જીદ ના કર.
દીપ્તિ પટેલ, 'શમા', કેનેડા
૦૧-૦૭-૧૨, ૧.૦૯ સવારે
3 ટિપ્પણીઓ:
દિપ્તીબેન હવે તો સાચે જ જીદ કરવા નું મન થાય છે....!
મૌનમાં અમને પરોવી ખુદના માટે હારતો નથી ગુંથી રહ્યા ને...!
ઇન્દ્રજીતસિંહ વાઘેલા
જગને શું કહેશું જ્યાં શ્યામની
રૂડી રાતડી આમ હૈયે ધરી.....!
-ઇન્દ્રજીતસિંહ વાઘેલા [ ૧૩-૦૯-૨૦૧૨ ]
A touching creation with a spiritual touch. Rajnikant.
ટિપ્પણી પોસ્ટ કરો